ગુજરાત

gujarat

કેન્દ્રિય ગૃહપ્રધાન આજે સુરતની મુલાકાતે, આજે આખો દિવસ રહેશે ખૂબ જ વ્યસ્ત

By

Published : Sep 14, 2022, 8:30 AM IST

Updated : Sep 14, 2022, 8:41 AM IST

સુરત કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ મંગળવારે રાત્રે સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. આજે કેન્દ્રિય ગૃહપ્રધાન ઈન્ડોર સ્ટેડિયમ ખાતે હિન્દી દિવસ સમારોહ અને દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ બપોરે હજીરા ખાતે ક્રિભકોના બાયો ઈથોનોલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત એ. એમ. નાયક હજીરા હેવી એન્જિનિયરિંગ કોમ્પલેક્સ, એલ એન્ડ ટી હજીરાની મુલાકાત લઈ કોમ્પલેક્સનું નિરીક્ષણ કરશે. છેલ્લે સાંજે 4.30 વાગ્યે તેઓ સુરત એરપોર્ટથી હવાઈ માર્ગે નવી દિલ્હી જવા રવાના થશે. amit shah news, Home Minister amit shah, indoor stadium surat, kribhco hazira plant surat, Home Minister amit shah surat visit, hindi diwas 2022.
Last Updated : Sep 14, 2022, 8:41 AM IST

ABOUT THE AUTHOR

...view details