ગુજરાત

gujarat

ભાવનગરના મહુવામાં પડ્યો ધોધમાર વરસાદ, માલણ નદી બે કાંઠે વહેતી થઈ

By

Published : Sep 1, 2021, 4:35 PM IST

Updated : Sep 1, 2021, 5:10 PM IST

ભાવનગર: મહુવામાં મંગળવારે 429 mm વરસાદ નોંધાયો હતો અને આજે બુધવારે 6 થી 10 કલાકના અપડેટ પ્રમાણે 42 mm વરસાદ નોંધાયો છે. એટલે સિઝનનો 77.96 ટકા પણ હજી 20 ટકા જેટલી વરસાદની ઘટની નોંધ લેવાઈ રહી છે. મહુવા પંથકમાં છેલ્લા બે દિવસથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ પધરામણી કરી છે અને ઉપરવાસમાં વાદળ પડવાને કારણે નદી- નાળાંઓ છલકાયા છે અને મહુવાની માલણ નદી બે કાંઠે વહેતી થઈ છે. આ વરસાદથી ખેડૂતો ખૂબ ખૂશ છે. કારણ કે પાકને નવું જીવનદાન મળ્યું છે. કરલા, મોદા, જેસર સહિતના ગામોમાં વરસાદ પડવાથી તંત્ર પણ એલર્ટ થયું છે અને નીંચાણવાળા વિસ્તારમાંથી ખસી જતા નદીના પટમાં ન જવું સહિતની સૂચનાઓ અપાઈ રહી છે. કારણ કે પાણી વહેણ વધવાની શકયતાઓ જોવાઈ રહી છે.
Last Updated : Sep 1, 2021, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details