ગુજરાત

gujarat

New Railway Line : ખેડૂતોની જમીન કાપી ઉદ્યોગો માટે રેલવે લાઇન નખાઈ છે : ખેડૂતોનો વિરોધ

By

Published : May 6, 2022, 1:23 PM IST

જૂનાગઢ : સોમનાથથી કોડીનાર સુધી નવી રેલવે લાઇનને (New Railway Line) લઈને 19 ગામના 100 જેટલા ખેડૂતો ત્રણ દિવસના ધરણા પર બેઠા છે. છેલ્લા ઘણા વર્ષથી ચાલતા રેલવે વિવાદ હવે વધુ ઉગ્ર બનતું હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે, રેલવે લાઇન આવવાથી ખેડૂતોની (Farmers Protest on New Railway Line) જમીન કપાતમાં જશે, નવો રેલવે લાઇન પ્રોજેકટ માત્ર કોમર્શિયલ હેતુ માટે બનાવવામાં આવી રહ્યો છે. જિલ્લામાં 4 મોટા ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે આ રેલવેની નવી લાઈન નાખવામાં આવી રહી છે. તેને કારણે 2 લાખ નાળિયેરી સહિતના બાગાયતી વૃક્ષ અને પાકોનો નાશ થશે, 4 થી 5 નદીઓ પ્રભાવિત થશે. જેમાં કોડીનાર, સુત્રાપાડા અને વેરાવળ એમ (New Railway Line Somnath to Kodinar) ત્રણ તાલુકાના લગભગ 19 ગામોની 1200 વીઘા જમીન પર અસર થશે. જયારે 300 જેટલા ખેડૂતો જમીન વિહોણા બની પાયમાલી ના ખપ્પરમાં હોમાઈ જશે. આ તમામ બાબતોને લઈને ખેડૂતોનો વિરોધ હવે ઉગ્ર બનતો જાય છે.

ABOUT THE AUTHOR

...view details