ગુજરાત

gujarat

રાજપૂત ક્ષત્રિય સભા તથા રાજપૂત કરણી સેના દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

By

Published : Oct 5, 2022, 8:47 PM IST

કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા (Dussehra Shashtra pooja Kutchh) તથા રાજપૂત કરણી સેના દ્વારા દશેરાના દિવસે શસ્ત્ર પૂજન તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર કચ્છમાંથી ક્ષત્રિય સમાજના (Dussehra Shashtra pooja Rajput Samaj) લોકો આવ્યા હતા.કચ્છના પણ ગામડે ગામડે ક્ષત્રિયો સંગઠિત થઈને શસ્ત્રોની પૂજા કરે છે. આ વર્ષે દશેરાના પ્રથમ વખત જિલ્લાભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ભુજ ખાતે ભેગા થઈ જિલ્લા કક્ષાનો સામૂહિક શસ્ત્ર પૂજન કર્યું હતું. કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેના અને કચ્છ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં કચ્છ રાજપૂત સભાના પ્રમુખ અને માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અધ્યક્ષ પદે આ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાંથી રાજપૂત ભાઈઓને કરણી સેના દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નારાયણ સરોવરથી લઈને બીજી કોર આડેસર સાંતલપરથી રાજપૂત યુવાનો આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details