ગુજરાત

gujarat

Gujarat Gram Panchayat election Result 2021: નર્મદાની 184 ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ

By

Published : Dec 21, 2021, 11:02 AM IST

નર્મદા: જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 3 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી અન્વયે 19 ડિસેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરી (Gujarat Gram Panchayat election Result 2021) આજે 21 ડિસેમ્બરે સવારે 9 કલાકે મતગણતરી કેન્દ્રો ખાતે હાથ ધરાઈ છે. મતપેટીઓ મતગણતરીના કેન્દ્રો ખાતે એક સ્ટ્રોંગ રૂમમાંથી કાઢી ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા મતગણતરી (Counting of votes) કેન્દ્ર પર મોબાઈલ પ્રતિબંધ, મત ગણતરી કેન્દ્રથી 200 મીટર દૂર જાહેર જનતા સાથે ટોળે વળવા સહિતના પ્રતિબંધો પણ મુક્યા છે. મતગણતરીમાં (Gram Panchayat elections of Narmada) જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પણ પોલીસ સતર્ક છે. જિલ્લા પોલીસ વડા દ્વારા 1500 જેટલા પોલીસ જવાનો દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details