ગુજરાત

gujarat

5 વર્ષની ફરજ પૂર્ણ કરનારા પાલિકાના 180 કર્મચારીઓને નાયબ મુખ્યપ્રધાનના હસ્તે કાયમી નિમણૂક અપાઈ

By

Published : Dec 13, 2020, 11:31 AM IST

મહેસાણાઃ નગરપાલિકામાં 5 વર્ષની ફરજ પૂર્ણ કરનારા 180 કર્મચારીઓને કાયમી નિમણૂક પત્ર એનાયત કરવા ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમના હસ્તે કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મહેસાણા નગરપાલિકાના સફાઈ અને આરોગ્ય કર્મચારીઓએ કોરોના કાળમાં પોતાની ફરજ અદા કરી હતી. જેમાં કન્ટેન્ટમેન્ટ ઝોન હોય કે શહેરની સફાઈ તમામ જગ્યાએ પોતે જરૂરી કાર્યવાહી કરી હતી. તેઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છે. તેવું જણાવતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તમામ કાયમી નિમણૂક મેળવનારા કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details