ગુજરાત

gujarat

અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના રજિસ્ટ્રેશનમાં ધાંધીયા યથાવત

By

Published : Oct 6, 2020, 1:14 AM IST

અરવલ્લીઃ રાજ્ય સરકારે 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. જો કે, અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતોમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરો પડતર માંગણીઓને લઇ હડતાળ પર ઉતર્યા છે. જેથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોમ્પ્યુટર ઓપરેટર હડતાળ પર હોવાથી ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશન માટે હાલ તાલુકાઓની APMCમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ એક જ સ્થળે મોટી સંખ્યમાં ખેડૂતો આવતા ખેડૂતોને કલાકો સુધી લાઇનોમાં ઉભુ રહેવુ પડે છે. જેથી આ અંગે અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે રજિસ્ટ્રેશનના કેન્દ્રોમાં વધારો કરવાની માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details