ગુજરાત

gujarat

જૂનાગઢ: પૂરને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરવા તાલુકા કોંગ્રેસ સમિતિએ નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

By

Published : Aug 28, 2020, 7:51 PM IST

જૂનાગઢ: જિલ્લાના માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણીની આગેવાની હેઠળ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ દિલીપભાઇ જસાણી, તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બોરખતરીયા, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ઝાટકીયા તથા યુવા કોંગ્રેસ યોગેશભાઈ હુંબલ દ્વારા માણાવદર પુરવઠાના નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મળતી માહીતી મુજબ, 22થી 24 ઓગસ્ટના રોજ થયેલા ભારે વરસાદના કારણે આવેલા પુરથી માણાવદર, વંથલી તથા મેંદરડા તાલુકાના ગામોમાં ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ થયો છે.જેથી સરકાર દ્વારા સર્વે કરાવી સ્પેશિયલ રાહત પેકેજ જાહેર કરી ખેડૂતોને ઝડપી સહાય કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details