ગુજરાત

gujarat

Etv exclusive: કોરોના સામે ગંભીરતા દાખવવા પીપીઈ કીટ સાથે સોમનાથમાં દર્શન કરવા આવ્યા ત્રણ શિવભક્તો

By

Published : Jul 27, 2020, 5:07 PM IST

ગીર સોમનાથ:પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જ્યારે શ્રાવણ માસમાં હજારો ભક્તો દર્શને આવી રહ્યા છે. ત્યારે ક્યાંકને ક્યાંક લોકો સરકાર દ્વારા નિર્દેશિત સોશિયલ ડીસ્ટન્સના આદેશોનું ઉલ્લંઘન થાય છે. સોમનાથની અંદર શ્રાવણ માસના પ્રથમ દિવસે લોકો ટોળે વળી સોમનાથ મંદિરની અંદર જવા ધક્કામુક્કી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડીયામાં વાઈરલ થયા હતાં. ત્યારે નવસારીના ત્રણ યુવક પીપીઈ કીટ પહેરીને સોમનાથ દર્શને આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતુ કે, કોરોના સામેની આપણી લાપરવાહીના માત્ર આપણને પરંતુ આપણા પરિવાર અને સમાજને પણ ભારે પડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details