ગુજરાત

gujarat

અરવલ્લીઃ મોડાસામાં શહીદોની યાદમાં રન ફોર યૂનિટીનું આયોજન કરાયું

By

Published : Oct 25, 2020, 3:37 PM IST

અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં જિલ્લા પોલીસ દ્વારા રવિવારે વહેલી સવારે રન ફોર યૂનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરના સાંઇ મંદિરથી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે મેરેથોનને ફ્લેગ ઑફ કરીને દોડની શરૂઆત કરાવી હતી. મોડાસા ખાતે યોજાયેલી રન ફોર યૂનિટીમાં જિલ્લા પોલીસના જવાનો તેમજ શહેરીજનો જોડાયા હતા. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની અને પોલીસના જવાનની તંદુરસ્તી જળવાઇ રહે તે હેતુથી રન ફૉર યૂનિટીનું આયોજન કરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details