ગુજરાત

gujarat

પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી અન્વયે રજીસ્ટ્રેશન શરૂ, APMCમાં ખેડૂતો ઉમટ્યા

By

Published : Oct 1, 2020, 7:02 PM IST

પોરબંદરઃ સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સિઝન 2020-21 MSP મગફળી અન્વયે ખેડૂત રજીસ્ટ્રેશન 1 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી APMC પોરબંદર, રાણાવાવ ગોડાઉન, કુતિયાણા ગોડાઉન ખાતે તેમજ ગ્રામ્યકક્ષાએ V.C.E દ્વારા વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઇ આજે ગુરુવારે મોટી સંખ્યામાં ખેડૂતો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. જો કે, વધુ ભીડ એકત્રિત ન થાય તે માટે તંત્ર દ્વારા ટોકન પદ્ધતિ મુજબ ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details