ગુજરાત

gujarat

પંચમહાલ જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાનનો શહેરા ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો હતો

By

Published : Nov 13, 2021, 6:22 PM IST

પંચમહાલ જિલ્લામાં શહેરા ખાતેથી નિરામય ગુજરાત અભિયાન (Niramaya Gujarat Abhiyan)નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો, કાર્યક્રમના સ્થળે દસ જેટલી આરોગ્ય સેવાઓ નાગરિકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા રાજ્યનાં ત્રણ કરોડ 30 વર્ષથી વધુ ઉંમરના લોકોને લાભ મળવાનો છે, તેમજ આ કેમ્પોમાં તજજ્ઞ ડોક્ટરો દ્વારા બિન ચેપી રોગની સારવાર ઉપલબ્ધ બનવાની છે, ત્યારે વધુને વધુ લોકો તેનો લાભ લે તેવી અપીલ કરી હતી. જિલ્લાના તમામ નાગરિકો આ અભિયાનમાં જોડાય, આરોગ્ય વિભાગની સ્ક્રિનીંગ સહિતની પ્રવૃતિઓમાં સક્રિય સહયોગ આપે તેમજ નિરામય શહેરા, નિરામય પંચમહાલ અને નિરામય ગુજરાતનાં નિર્માણનાં ધ્યેયને પૂર્ણ કરવામાં સહભાગી થાય તેવી અપીલ જેઠાભાઈએ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details