ગુજરાત

gujarat

નડીયાદમાં ભાજપે 43 બેઠક પર વિજય મેળવ્યો

By

Published : Mar 2, 2021, 9:22 PM IST

ખેડાઃ નડીયાદ નગરપાલિકામાં ભાજપે વિજયનું પુનરાવર્તન કર્યું છે અને પોતાની સત્તા જાળવી રાખી છે. જ્યારે કોંગ્રેસ માત્ર એક જ બેઠક પર સમેટાઈ ગઈ છે. જિલ્લાના મુખ્યમથક નડીયાદની નગરપાલિકા માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં નડીયાદ નગરપાલિકાની કુલ 52 બેઠકોમાંથી 43 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે. અપક્ષ ઉમેદવારોના ફાળે 8 બેઠકો ગઈ છે. જ્યારે કોંગ્રેસ માત્ર એક જ બેઠક પર સીમિત થઈ ગઈ છે. ભાજપના વિજયને પગલે વિજ્યોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details