ગુજરાત

gujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, ખેડૂતોમાં ખુશી

By

Published : Aug 13, 2020, 12:20 PM IST

સુરેન્દ્રનગર: ગુજરાતમાં 4 દિવસની વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા, મુળી, લીંબડી, સાયલા, પાટડી સહિતના તાલુકાઓમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશી છવાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદના આકડાં મુજબ દસાડા- 26 મી.મી, વઢવાણ -18 મી.મી., મુળી 07 મી.મી, લીંબડી -13, મી.મી.ચુડા-13 મી.મી, થાન - 20, મી.મી.ચોટીલા - 16 મી.મી.લખતર - 09 મી.મી.ધ્રાંગધ્રા - 19 મી.મી.સાયલા - 09 મી.મી. વરસાદ નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details