ગુજરાત

gujarat

બાળકીને ઝડપી ન્યાય અપાવ્યો: સુરત કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદા પર હર્ષ સંઘવીની પ્રતિક્રિયા

By

Published : Dec 7, 2021, 8:37 PM IST

પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા (Pandesara Rape with Murder Case)મામલે સૌથી ઝડપી ફાંસીની સજા એક ઐતિહાસિક ચુકાદો (Historic Judgement by Surat Court) સાબીત થયો છે. દિવાળીના દિવસે ઘટના બની હતી. જેમાં આરોપી ગુડ્ડુ યાદવએ આ બાળકીનું અપહરણ કરી તેના ઉપર દુષ્કર્મ કર્યુ હતુ, તથા બાળકીનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh sanghavi on Historic Judgement by Surat Court)એ કહ્યું હતું કે, પોલીસના જવાનોએ ખૂબ ઉમદા કામગીરી કરીને માત્ર ગણતરીના સાત દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી જેથી ગણતરીના દિવસોમાં જ બાળકીને ન્યાય અપાવવામાં સફળતા મળી છે. વકીલો,તબીબોની ટીમ એફએસએલ તથા ડીએનએ સહિતની તમામ ટીમોએ ખૂબ ઝડપી કામગીરી કરીને બાળકીને ઝડપી ન્યાય અપાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details