ગુજરાત

gujarat

વડોદરાના ગરબા ક્વિન વત્સલા પાટીલે શ્રી કૃષ્ણને પત્ર લખી પ્રેમ વ્યક્ત કર્યો

By

Published : Aug 30, 2021, 7:33 AM IST

વડોદરા શહેરના ગરબા ક્વિન કહેવાતા અને અનેક યુવા ધન તેમના ગરબે ઘૂમતા એવા વત્સલા પાટીલ કૃષ્ણ ભક્તિમાં લીન થયા છે. જન્માષ્ટમીના પાવન પર્વે વત્સલા પાટીલ કહે છે. હે મારા સખા, હે મારા લાલજી ઘેલું લગાડનાર મારો વ્હાલો કૃષ્ણ તારી રાહ જોવાઈ રહી છે. તું જલ્દી આવ અને મને તૃપ્ત કર. સોમવારે સમગ્ર વડોદરામાં ઘરે ઘરે જન્માષ્ટમી પર્વે લાલજી શ્રી કૃષ્ણ જન્મોત્સવ મનાવાશે. ત્યારે નટખટ ગોવિંદ, શ્રી કૃષ્ણ હરે મુરારીની રાહ જોતા શહેરના પ્રસિદ્ધ ગરબા ગાયક વત્સલા પાટીલે ઈ ટીવી ભારતના માધ્યમથી કાન્હા પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી. હે મારા સખાવ, હે મારા લાલજી, ઘેલું લગાડનાર મારો વ્હાલો કૃષ્ણ, તારી રાહ જોવાઈ રહી છે.આશા છે કે મારો પત્ર તને મળ્યો હશે.

ABOUT THE AUTHOR

...view details