ગુજરાત

gujarat

દમણની ફેક્ટરીમાં ગતરાત્રે લાગી ભીષણ આગ: કાબૂમાં લેવા વાપી, સેલવાસથી ફાયર ટીમ બોલાવવી પડી

By

Published : Oct 27, 2021, 12:23 PM IST

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના સોમનાથ વિસ્તારમાં આવેલી અગ્રવાલ ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં ભીષણ આગ લાગી છે. ગઈકાલે રાતથી લાગેલી આ આગ હજી સુધી કાબૂમાં નથી આવી. પીલાની ઉદ્યોગ નામની કંપનીમાં રાત્રે 11.30 વાગ્યે આગ લાગી હતી. જોકે, કંપનીના ફરગ્યુશન પ્લાન્ટમાં લાગેલી આગ અગમ્ય કારણોસર લાગી હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે. જોકે, આગને કાબૂમાં લેવા માટે દમણ ફાયર વિભાગ સહિત વાપી, સેલવાસથી પણ ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યા છે. જોકે, આગના ગોટેગોટા અને ભીષણ સ્વરૂપ જોતા આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ, ભીષણ આગની ઝપેટમાં આવેલી કંપનીમાં પ્લાસ્ટિકના દાણામાથી પ્લાસ્ટિકની ચીજવસ્તુ બનાવવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details