ગુજરાત

gujarat

Ambaji Temple : આજથી ખુલ્યા અંબાજી મંદિરના દ્વાર, જાણો દર્શનનો સમય...

By

Published : Feb 1, 2022, 9:27 AM IST

Updated : Feb 1, 2022, 6:18 PM IST

અંબાજી: કોરોનાના સંક્રમણના કારણે શક્તિપીઠ અંબાજી મંદિર (Ambaji Temple) ત્રણ સપ્તાહ માટે ભાવિકોને પ્રવેશ બંધી ફરમાવી હતી. જે મુદત આજે પૂર્ણ થતા દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું મુકાયું હતું. આજે સવારે 7.30 થી 11.30 દરમિયાન (Ambaji Temple Opening Time) રાબેતા મુજબ દર્શન શરૂ થઈ ગયા છે. તો બપોરે 12.30 થી 4.15 સુધી અને સાંજે 7 થી 9 વાગ્યા દરમિયાન પણ દર્શન કરી શકાશે. ત્યારે આજે ફરી સરકારની SOP પ્રમાણે દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ના દ્વાર ખોલવામા આવ્યા છે. દર્શનાર્થીઓ કોરોનાની રસી ના બે ડોઝ ના સર્ટી સાથે અંબાજી પહોંચ્યા હતા. સાથે આજે મંદિર ખુલવાના પ્રથમ દિવસ અને ગાઈડલાઈન (Guideline in Ambaji Temple) પ્રમાણે ભીડ ઓછી જોવા મળી હતી.
Last Updated :Feb 1, 2022, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details