ગુજરાત

gujarat

Devbhoomi Dwarka Temple: દ્વારકાધીશને ધ્વજારોહણ માટે ભક્તોને 20ની સંખ્યામાં જ મંદિરમાં પ્રવેશ

By

Published : Jan 15, 2022, 8:08 PM IST

દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં (Devbhoomi Dwarka Temple) ધ્વજાનો અનેરો મહિમા છે, ત્યારે હાલ કોરોનાના કેસો વધતા પ્રાંત અધિકારીએ ધ્વજા ચડાવવા આવતા લોકો માટે 20ની સંખ્યામાં પ્રવેશ અપાશે તેવો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ભક્તોમાં નિરાશા જોવા મળી રહ્યી છે. એક તરફ યાત્રિકોની ભારે ભીડ સતત દર્શન માટે આવી રહી છે, ત્યારે ધ્વજા માટે 20 લોકોની મંજૂરીથી ભક્તોમાં નિરાશા જોવા મળી રહ્યો છે. દર્શન માટે છૂટછાટ છે તો ધ્વજા માટે માત્ર 20 લોકોને મંજૂરી મામલે ભાવિકોમાં નિરાશા જોવા મળી રહ્યો છે. પ્રાંત અધિકારીએ ધ્વજારોહણ માટે મંદિરમાં માત્ર 20 લોકોને છુટ અપાશે આ સાથે કોવિડની ગાઈડ લાઈનનું (Covid guide line) ચુસ્ત પાલન કરવાનું રહેશે તેવું પ્રાંત અધિકારીએ દેવસ્થાન સમિતિ અને સ્થાનિક સુરક્ષા કચેરીઓને જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details