ગુજરાત

gujarat

ભરૂચઃ નવરાત્રીમાં કોરોનાનું ગ્રહણ લાગતાં વાજિંત્રોના વેપારીઓની હાલત કફોડી બની

By

Published : Oct 1, 2020, 6:49 PM IST

ભરૂચ: કોરોના વાઇરસના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના પગલે અનેક વેપાર ધંધા પડી ભાંગ્યા છે. આ ઉપરાંત ઉત્સવોની ઉજવણી પણ રદ કરવામાં આવી છે. કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા વિશ્વના સોથી મોટા નૃત્યોત્સવ નવરાત્રીને પણ મંજૂરી આપવામાં આવી નથી. જેથી વાજિંત્રોનો વેપાર કરનારા વેપારીની હાલત કફોડી બની છે. ઉલ્લેખનીય છે કે, નવરાત્રી અગાઉ વિવિધ લોકો વૃંદો, તબલા અને સારંગી ખરીદતા હોય છે અથવા જૂના સાધનોનું સમારકામ કરાવતા હોય છે, પરંતુ આ વર્ષે નવરાત્રી શક્ય નહીં બનતા વાજિંત્રોનો વેપાર કરતા વેપારીઓની હાલત કફોડી જોવા મળી રહી છે. આ અંગે ભરૂચના હાજીખાના બજાર વિસ્તારમાં 150 વર્ષથી પેઢીગત દુકાન ધરાવતા ગીરીશભાઈના જણાવ્યા અનુસાર, કોરોનાની મહામારીના કારણે તેમની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી બની છે. ઉત્સવો ઉજવવાની પરવાનગી નહીં મળતા તેમની દુકાન પર વાંજિત્રો ખરીદવા કે તેના સમારકામ માટે કોઈ આવતું નથી.

ABOUT THE AUTHOR

...view details