ગુજરાત

gujarat

VNSGU દ્વારા પરિપત્રક બહાર પાડવામાં આવ્યો

By

Published : Mar 24, 2021, 10:16 AM IST

સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક પરિપત્રક બહાર પાડવામાં આવ્યો છે. યુનિવર્સિટીના કુલપતિ હેમાલી દેસાઇ દ્વારા જણાવવામાં આવ્યું કે, સુરતની જે કોઈ કોલેજો યુનિવર્સિટી સાથે જોડાવા માંગતા હોય તે કોલેજે તારીખ 31 માર્ચ સુધીમાં યુનિવર્સિટીના વેબસાઈટ ઉપર મુકેલી અરજીને લેટ ફી સાથે અરજી કરી શકશે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય NSUI દ્વારા ગઈકાલે થયેલી સિન્ડિકેટની બેઠકમાં આ એક મુદ્દો પણ મુકવામાં આવ્યો હતો કે, હજી સુધી યુનિવર્સિટી સાથે બીજી કેટલી કોલેજ દ્વારા જોડાણ કરવામાં આવ્યું છે. બીજો મુદ્દો કોલેજના 2021માં નવા અભ્યાસક્રમ મુજબ નવા કોલેજોનું જોડાણ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details