ગુજરાત

gujarat

અરવલ્લીના ટીટોઇની કોઠારી હાઈસ્કૂલમાં અટલ ટિન્કરિંગ લેબનું ઉદ્ઘાટન કરાયું

By

Published : Dec 25, 2019, 3:16 PM IST

અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં ટીટોઇ ગામે ટીટોઇ એજ્યુકેશન સોસાયટી સંચાલિત પી.એમ. કોઠારી હાઈસ્કૂલમાં આધુનિક ઉપકરણોથી સજ્જ અટલ ટિન્કરિંગ લેબનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં લેબનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લેબ બાળકોના શૈક્ષણિક વિકાસ માટે શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સમારોહમાં મામલતદાર અરૂણદાન ગઢવીએ હાજર રહીને ગામની 155 મહિલાઓને સહાયના ચેક જિલ્લા કલેકટરના હસ્તે અર્પણ કર્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details