ગુજરાત

gujarat

જૂનાગઢના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક જંગલનો રાજા લટાર મારતો જોવા મળ્યો

By

Published : Jan 16, 2020, 9:22 PM IST

જૂનાગઢ: જંગલનો રાજા સિંહ ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં ગિરનાર પર્વત નજીક જંગલમાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક બનાવવામાં આવેલી દીવાલ કૂદીને સિંહ આવ્યો હોય તેવો વિડીયો કેમેરામાં કેદ થયો છે. અહીં આવેલા કોઈ દર્શનાર્થીએ આ વીડિયો બનાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ જે પ્રકારે સિંહ જંગલમાં બનાવવામાં આવેલી દીવાલ કૂદીને મંદિર નજીક આવી રહ્યો છે. તેવા અદ્દભૂત દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

ABOUT THE AUTHOR

...view details