ગુજરાત

gujarat

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ, કુલ સંખ્યા 40

By

Published : Jul 24, 2020, 7:23 PM IST

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 2 પોઝિટિવ કેસ આવતાં જિલ્લા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. શુક્રવારે નોંધાયેલા નવા 2 કેસમાં એક વ્યક્તિની ટ્રાવેલિંગ હિસ્ટ્રી રાજકોટની છે, જ્યારે બીજા વ્યક્તિના સંબંઘી બેંગ્લોરની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. બન્ને દર્દીને ઉધરસ, શરદી, તાવ અને સ્વાદ ગુમાવવાના લક્ષણો દેખાતા હતા. જેથી બન્નેનો ટેસ્ટ કરાવવામા આવ્યો હતો. જેમાં બન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી બન્ને દર્દીને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં સારાવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કુલ 40 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 28 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે 3 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details