ગુજરાત

gujarat

રાજુલાના વાવેરા ગામે રહેણાંક મકાનમાંથી 19 જેટલા વાહનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા

By

Published : Sep 2, 2020, 11:00 AM IST

અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગામે રહેણાંક મકાનમાં રાજુલા પોલીસ દ્વારા દરોડો પડતા મકાનમાંથી 19 જેટલા વાહનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. જેમાં સ્કોરપીયો, વેન્ટો, સ્વીફટ સહિત 7 જેટલી ગાડી મળી આવી હતી. તેમજ ટ્રેકટર, મોટરસાઇકલ, સહિતના વાહનો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેની સાથે વાહનોને કટિંગ કરવા માટે ગેસ સિલિન્ડર ગેસ કટર પણ મળી આવ્યું હતું. જેથી બળજબરી પૂર્વક વાહનો પડાવી લીધા હોય અથવા તો વાહનોનુ કટીંગ કૌભાંડ હોવાની પણ પોલીસ દ્વારા શંકા સેવાઇ રહી છે. જ્યારે પોલીસે કુલ 14,85,000 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details