ગુજરાત

gujarat

Rajkot AIIMS Hospital : રાજકોટ AIIMS સુધી પહોંચવું થશે સરળ, ST વિભાગ શરૂ કરશે બસ સેવા

By

Published : Mar 2, 2022, 10:34 AM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

રાજકોટ : રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં (Rajkot AIIMS Hospital) સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે રાજકોટ એઈમ્સનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે મહાનગરપાલિકા દ્વારા માધાપર ચોકડીથી એઈમ્સ સુધી સિટી બસ (Mini Bus Service to AIIMS Hospital) સેવાનો પ્રારંભ કરાયો છે. જ્યારે આગામી દિવસોમાં વહીવટી તંત્ર એસટી વિભાગ સાથે મળીને જયુબેલી ચોક ખાતેથી એઈમ્સ સુધી મીની એસટી બસ સેવાનો પ્રારંભ કરાશે. હાલમાં એઇમ્સનો OPD વિભાગ (OPD Department in AIIMS) શરૂ થયો છે. જેમાં ફી માત્ર 10 રૂ. રાખવામાં આવી છે. જ્યારે હાલમાં 8 જેટલા રોગની સારવાર થઈ રહી છે. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પરંતુ અહીં જોઈએ એટલા પ્રમાણમાં દર્દીઓ આવી નથી રહ્યા.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details