ગુજરાત

gujarat

VGGS 2024 : વાઈબ્રન્ટ ગુજરાતમાં આવેલા વિદેશી રોકાણકારની દ્રષ્ટિએ ભારતની ઇકોનોમી

By ETV Bharat Gujarati Team

Published : Jan 10, 2024, 5:50 PM IST

VGGS 2024 : વાઈબ્રન્ટ ગુજરાતમાં આવેલા વિદેશી રોકાણકારની દ્રષ્ટિએ ભારતની ઇકોનોમી

ગાંધીનગર :  ગાંધીનગરમાં દસમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરુઆત થઇ ચૂકી છે. વિશ્વના 35 દેશોના પ્રતિનિધિઓ આ સમિટમાં ભાગ લીધો છે. ત્યારે ગુજરાતના વિકાસમાં માઇલસ્ટોન સમાન બની રહેતી વાઈબ્રન્ટ સમિટની આ આવૃત્તિમાં ભારતના અમૃતકાળ વિઝનને લઇને ધંધારોજગારમાં વ્યાપક વિકાસ, ડેવલપમેન્ટ, અપગ્રેડેશન જેવા અનેક પરિમાણો સાથે વિવિશ્ર સેક્ટરમાં મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં આવશે. ત્યારે આ સમિટમાં ઉપસ્થિત યુકેના બિઝનેસ પરસન નાદિયા સાથે ઈટીવી ભારત ગુજરાતના બ્યુરો ચીફ પરેશ દવેએ કેટલાક મુદ્દે વાતચીત કરી હતી. ગ્લોબલ ઇકોનોમીમાં ભારત વિશ્વની ટોચની ઇકોનોમીમાં સ્થાન મેળવશે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમિટના શુભારંભે દાવો કરવામાં આવ્યો છે તેને લઇને નાદિયાએ પ્રતિક્રિયા આપી હતી. સાથે જ તેઓની કંપની કયા સેક્ટરમાં એમઓયુ કરવા જઇ રહી છે તે પણ જણાવ્યું હતું.

  1. VGGS 2024 : ભારતના અમૃતકાળમાં વાઈબ્રન્ટનું પ્રદાન, કેન્દ્રીય રેલવેપ્રધાન દર્શના જરદોશની પ્રતિક્રિયા
  2. Vibrant Summit 2024: એઆઈ ટેકનોલોજી વિશે શંકર ત્રિવેદી શું કહે છે? જૂઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details