ગુજરાત

gujarat

Porbandar corona case: પોરબંદરમાં ફરી કોરોનાની દસ્તક, રાણાવાવ ગામના વૃદ્ધાને કોરોના

By ETV Bharat Gujarati Team

Published : Jan 9, 2024, 7:16 AM IST

રાણાવાવ ગામના વૃદ્ધાને કોરોના

પોરબંદર: ફરી એકવાર રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે, ત્યારે ગઈકાલે પોરબંદરમાં સાત માસ બાદ રાણાવાવની એક વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગઈકાલે સોમવારે શરદી ઉધરસ અને તાવના શંકાસ્પદ કુલ 173 જેટલા દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં રાણાવાવ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા 60 વર્ષીય એક વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેને પગલે તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલના આરએમઓ એન.એમ.મકવાણાએ જણાવ્યું હતું કે, કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને જોતા હોસ્પિટલ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી છે અને હોસ્પિટલ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સાથે જ તેમણે કોરોનાની લહેરથી બચવા માટે લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવાનો આગ્રહ પણ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details