ગુજરાત

gujarat

Surat News: ઓલપાડમાં ગમખ્વાર અકસ્માત, 2 બાઈક સવારના ઘટનાસ્થળે મોત

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2024, 3:46 PM IST

ઓલપાડના સ્યાદલા રોડ પર ગમખ્વાર અકસ્માત

સુરતઃ જિલ્લામાં માર્ગ અકસ્માતો છાશવારે બનતા જોવા મળી રહ્યા છે. આ શ્રેણીમાં વધુ એક ગમખ્વાર અકસ્માતમાં બે બાઈક સવારે જીવ ગુમાવ્યો છે. સુરતના ઓલપાડના સ્યાદલા માર્ગ પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂર ઝડપે જતા બાઈકના ચાલકે કાબૂ ગુમાવતા બાઈક ધડાકાભેર ઝાડ સાથે ટકરાયું હતું. આ અથડામણ એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યા હતા. જેમાં એક યુવક રોડ પર પટકાવાથી અને બીજો યુવક ગટરમાં ખાબકવાથી મૃત્યુ પામ્યો હતો. મૃતક યુવાનો મૂળ ઓરિસ્સાના હતા તેઓ ઓલપાડના સાયણ ગામે રહેતા હતા.  

આ ગમખ્વાર અકસ્માતમાં 2 યુવકોના મૃત્યુ થયા છે. માહિતી મળતા જ અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવી હતી. મૃતક યુવકોના મૃતદેહોનો કબ્જો લઈને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે...વિજયભાઈ(જમાદાર, કિમ પોલીસ સ્ટેશન, સુરત)

ABOUT THE AUTHOR

...view details