ગુજરાત

gujarat

Rahul Gandhi Defamation Case: રાહુલ ગાંધીની અરજી હાઇકોર્ટે ફગાવતા બંને પક્ષના વકીલે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

By

Published : Jul 7, 2023, 3:37 PM IST

rahul-gandhi-defamation-case-advocate-pankaj-chapaneri-and-purnesh-modi-advocate-reaction

અમદાવાદ:રાહુલ ગાંધી સામે મોદી અટક બદનક્ષી કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે. રાહુલ ગાંધીએ મોદી અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સજા પર સ્ટે માટે યોગ્ય કારણ ન હોવાથી રાહુલ ગાંધીની અરજી કરી છે. હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટમાં જશે મામલો:રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાપાનેરીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજીમાં ગુજરાત હાઇકોર્ટ આજે અંતિમ ચુકાદો આપેલ છે.આ ચુકાદો લગભગ 80 થી 90 પેજનો છે. આ ચુકાદો હજી સુધી અપલોડ થયો નથી એટલે એમાં શું કારણો આપ્યા છે તે તેની ચર્ચા અત્યારે અસ્થાને ગણાશે. ગુજરાત હાઇકોર્ટ રાહુલ ગાંધીની વિરુદ્ધ જે ચુકાદો આપ્યો છે તે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે કન્વેન્શન એન્ડ સ્ટેની અરજીનો જે સ્ટે આપતો ચુકાદો આપ્યો હતો એ ચુકાદો નામદાર હાઇકોર્ટે કાયમ રાખેલ છે. રાહુલ ગાંધી તરફથી હવે આ નામદાર સુપ્રીમ કોર્ટની અંદર હવે સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને પડકારતી અરજી કરવામાં આવશે. આ મામલે પૂર્ણેશ મોદીના વકીલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનો ગુનાહિત ઇતિહાસ છે. હાઈકૉર્ટનું અવલોકન યોગ્ય છે. હાઇકોર્ટે નીચલી અદાલતના ચુકાદાને ઇતહાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

  1. Rahul Gandhi Defamation Case: રાહુલની હાઇકોર્ટે અરજી ફગાવતા કોંગ્રસ નેતાઓએ પ્રતિક્રિયા આપી
  2. High Court Verdict on Rahul Gandhi: માનહાનિ કેસમાં હાઈકોર્ટ અરજી ફગાવી દીધી

ABOUT THE AUTHOR

...view details