ગુજરાત

gujarat

Rajkot News: ટપકેશ્વર મહાદેવ મંદિર પાસેનો કુદરતી ધોધ વહેતા લોકો ન્હાવા ઉમટ્યા, પ્રકૃતિ સોળે કળાએ ખીલી

By

Published : Jun 30, 2023, 9:59 AM IST

પાટણવાવ ઓસમ પર્વત પર ટપકેશ્વર મહાદેવ મંદિર પાસેનો કુદરતી ધોધ વહેતા લોકો નહાવા ઉમટ્યા

રાજકોટ:ધોરાજી તાલુકાના પાટણવાવ ઓસમ ડુંગર પર સ્વયંભૂ શ્રી ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પર્યટક સ્થળમાં પણ તેમનો સમાવેશ થાય છે.અહિયાં ચોમાસા દરમિયાન કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. ત્યારે હાલ કમોસમી વરસાદ વરસતા ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો હતો. અહિયાં ચોમાસાની જેમ આ ધોધ વહેતા લોકો જોવા અને તેમની મજા માણવા ઉમટી પડ્યા હતા.પાટણ વાવનો ઓસમ ડુંગર અત્યારે સહેલાણીનું આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. દૂરથી ઓસમ ડુંગરને જોતા જ જાણે કે કોઈ હિલ સ્ટેશન હોય તેવો ભાસ થાય છે. કમોસમી વરસાદના પગલે ઓસમ ડુંગરના ઊંચા ડુંગર ઉપરથી પડી રહેલા પાણીના આ ઝરણું ડુંગર ની પ્રાકૃતિક સૌંદર્યમાં ખુબજ વધારો કરી રહેલ છે. ઓસમ ડુંગરમાં તળેટીથી ઉપર તરફ આવેલ ટપકેશ્વર મહાદેવના મંદિર તરફ જતા-જતા ચારે તરફથી વાતાવરણ સહેલાણીનું મન મોહિલે છે. ટપકેશ્વર મહાદેવના મંદિરનું મન મોહક વાતાવરણ નઝારો જોતા જોતા જ રહી જવાય તેવો છે. અહીં 70 થી 80 ફૂટ ઉંચાઈ ઉપરથી પડી રહેલા પાણીના ધોધને જોતાજ જાણે કે કોઈ અદભુત જગ્યા ઉપર આવી ગયા જહોય તેવું લાગે છે. નીચે પડી રહેલા પાણી અને તેમાંથી ઉઠી રહેલા ધુમસ્સથી વાતાવરણ ખુબજ અદભુત થઇ જાય છે અને સહેલાણીઓ અહીં પાણી જોઈને નાહ્યાં વગર રહી સકતા નથી શકતા.

  1. Rajkot News : રાજકોટની તાલુકા પંચાયત કચેરીની જર્જરિત હાલત ક્યારે ધ્યાને લેવાશે?
  2. Rajkot News: તબીબ યુવતીનું ટ્રક અકસ્માતમાં મોત બાદ રાજકોટ પોલીસે 19 ટ્રક ડિટેઈન કરી

ABOUT THE AUTHOR

...view details