ગુજરાત

gujarat

અંબાજીની 45 શાળાઓમાં 10 સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી

By

Published : Sep 3, 2022, 9:45 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

યાત્રાધામ અંબાજીમાં શરુ થતા ભાદરવી પૂનમના મહામેળાને ( Bhadarvi Poonam Melo 2022 ) લઈ અંબાજી સહિત દાંતા તાલુકાની 45 શૈક્ષણિક સંસ્થાઓમાં મિનિ વેકેશન જાહેર ( Mini Vacation in Ambaji Schools ) કરાયું છે. અંબાજી ભરાતા ભાદરવી પૂનમના મેળા (Bhadarvi Purnima Fair 2022) દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા હજારોની સંખ્યામાં આવતા સુરક્ષા કર્મીઓને રહેવા માટેની સુવિધાઓ પુરી પાડવા આ શાળાઓનો ઉપયોગ કરાતો હોવાથી આ શાળાઓમાં આજથી રજા પાડી દેવામાં આવી છે. શાળાઓને સુરક્ષાકર્મીઓની વ્યવસ્થા માટે વહીવટીતંત્રને સોંપી દેવા જિલ્લા શિક્ષણ અધિકારીના ( District Education Officer Banaskantha ) પાઠવેલા પત્ર અનુસાર આ તમામ શાળાઓમાં આજથી 10 સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે. મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા યાત્રિકો વચ્ચે વાલીઓ પણ પોતાના નાના બાળકોને શાળાએ મોકલતા નથી જેને લઈને પણ શાળાઓમાં બંધ જેવો જ માહોલ હોય છે.
Last Updated :Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details