ગુજરાત

gujarat

પોરબંદરમાં લમ્પી સ્કિન રોગ વકર્યો, કરી પશુપાલન વિભાગ વેકસીનેશનની પ્રક્રિયા

By

Published : Jul 19, 2022, 10:58 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

પોરબંદર - ગુજરાતમાં પશુઓમાં ગઠ્ઠા રોગનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પોરબંદર વિસ્તારમાં અનેક પશુઓમાં લમ્પીની બીમારી(Lumpy Skin Disease ) છે. પશુપાલન અધિકારી મંડેરાએ જણાવ્યું હતું કે, આ બીમારીથી 39 પશુઓ મૃત્યુ પામ્યા છે. પોરબંદર વિસ્તારમાં અનેક પશુઓ ચામડીના ગઠ્ઠા રોગ થયો છે. આ બીમારી વધુને વધુ વકરી રહી છે. પોરબંદરમાં પશુપાલન વિભાગે(Porbandar Animal Husbandry Department) અત્યાર સુધીમાં આશરે 4000 પશુઓને ગઠ્ઠો જેવી બીમારીથી બચાવવા માટે રસીકરણ(Animal Husbandry Department Vaccination Procedure) કર્યું છે. જ્યારે હાલ પોરબંદર પશુપાલન વિભાગ પાસે 2000 રસીકરણનો પુરવઠો છે. પોરબંદરમાં ઉદય કારાવદરા વેલ્ફેર ટ્રસ્ટ પણ પ્રાણીઓની સંભાળ પૂરી પાડે છે. ટ્રસ્ટના વડા નેહલ કારાવદરાના જણાવ્યા મુજબ, આ રોગથી મોટાભાગના પશુઓના મોત થયા હોવા છતાં, સ્થાનિક સમુદાયોમાં હજુ પણ આ અંગે જાગૃતિ લાવવાની જરૂર છે. બીમાર પશુઓ માટે આઈસોલેશન વોર્ડની સ્થાપના(Establishment of isolation ward) કરવામાં આવી છે. પશુઓના મૃત્યુ વધુ વારંવાર બની રહ્યા છે. લોકો અને તંત્ર દ્વારા વધુ કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.
Last Updated :Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details