ગુજરાત

gujarat

ભરૂચના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ઉઠી આ લોકમાગ

By

Published : Jul 11, 2022, 10:37 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

ભરૂચ: શહેરના હાર્દ સમા કશક વિસ્તારમાં ગટર લાઈન ચોક(Sewer line chowk in Kashak area) હોવાને લઈને ગટરના દુર્ગંધ મારતા પાણી ઉપર પરિવર્તન વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કસક સર્કલમાં(Kasak Circle of Bharuch) દુર્ગંધ મારતા પાણી ફરી વળતા રોગચાળો ફેલાઈ જવાનો લોકોને ભય સતાવી રહ્યો છે. કલેકટર ઓફિસથી સિવિલ હોસ્પિટલ(Civil Hospital from Collector Office) તરફ જવાના રસ્તા પર આવેલા રેલવે ગરનાળામાં પાણી ભરાતા(Low Lying Areas of Bharuch) વાહન ચાલકો અટવાયા હતા. પાંચ બત્તીથી સેવાશ્રમ તરફ જવાના રોડ ઉપર વરસાદી પાણી(Heavy rain in Bharuch) ફરી વળતા હોસ્પિટલમાં જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ભરૂચમાં ગતરોજ રાત્રિ દરમિયાન વરસાદની શરૂઆત થતા ભરૂચના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભરૂચમાં છેલ્લા 12 કલાકથી વરસાદ વરસી રહ્યો હતે. પાણી ભરાતાની સાથે જ ભરૂચ નગરપાલિકાની વરસાદી કામગીરીની પોલ ખુલ્લી હતી. કશક વિસ્તારમાં આવેલ આદિત્ય કોમ્પ્લેક્સ પાસે આવેલી ગટર લાઈન ચોકઅપ થઈ જતા ઘટનના દુર્ગંધ મારતા પાણી ઉભરાઈને જાહેર માર્ગ ઉપર ફરી વળ્યા હતા. દુર્ગંધ મારતા પાણીને લઈને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે. ગટર લાઇનની વહેલામાં વહેલી તકે સાફ-સફાઈની કામગીરી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠવા પામી છે. જ્યારે બીજી તરફ કલેક્ટર ઓફિસથી ભરૂચ સિવિલ હોસ્પિટલ તરફ જવાના રેલવે ગરનાળામાં પાણી દાદા વાહન ચાલકોએ બીજા માર્ગનો આશરો લેવો પડ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details