ગુજરાત

gujarat

Kutch Monsoon News : ભારે વરસાદના કારણે માંડવી-ગઢશીશાને જોડતો માર્ગ બંધ

By

Published : Jun 27, 2023, 4:35 PM IST

Kutch Monsoon News : ભારે વરસાદના કારણે માંડવી-ગઢશીશાને જોડતો માર્ગ બંધ

કચ્છ : હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં છુટાછવાયા ઝાપટા રૂપે મેઘરાજાએ હાજરી પુરાવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માંડવી-ગઢશીશાને જોડતો માર્ગ બંધ થયો હતો. માંડવીના શેરડી પાસે ડાયવર્ઝન તૂટી જતા માર્ગ બંધ થયો છે. નદીના પાણી ડાયવર્ઝન પર ફરી વળ્યાં હતાં અને માર્ગ બંધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો.

માંડવી-ગઢશીશા માર્ગ બંધ : ભારે વરસાદના પગલે જમીનનું ધોવાણ પણ થયું હતું. ત્યારે માંડવીના શેરડી પાસે ડાયવર્ઝન તૂટી જતા માર્ગ બંધ થયો છે. આ માર્ગ માંડવી-ગઢશીશાને જોડતો હતો. આવનજાવનનો રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઉલ્લેખનીય છે કે, વરસાદના કારણે રસ્તા ધોવાઇ જતા વાહન વ્યવહારને અસર પહોંચે છે. 

ખેડૂતો મુંઝવણમાં મુકાયા :કચ્છમાં ચોમાસાનું આગમન થયું છે. ત્યારે સતત બીજા દિવસે વરસાદી માહોલ સર્જાયો હતો. અબડાસાના મોથાળાથી કોઠારા જતા રસ્તા પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો વાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી જોવા મળી હતી. ધોધમાર વરસાદના કારણે વિઝીબિલિટી બિલકુલ ઓછી થઈ ગઈ હતી.

જિલ્લાભરમાં વરસાદ : બિપરજોય વાવાઝોડાં બાદ જિલ્લામાં અસહ્ય બફારાનો લોકોને અનુભવ થયો હતો. આજે ધીમીધારે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લાના જુદાં જુદાં તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો. જેમાં મુન્દ્રા, નખત્રાણા, અંજાર, ગાંધીધામમાં પણ વરસાદ ખાબક્યો છે. ડાયવર્ઝન પાસે પાણી ભરાતાં અનેક વાહનો ફસાયા હતા. તો ઉપલાવાસમાં પાણી ભરાતાં ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે.

ખેડૂતોને આર્થિક નુકસાન : વાવાઝોડાના કારણે સરકારી આંકડા મુજબ જિલ્લામાં 33,000 હેક્ટરમાં બાગાયતી પાકોમાં નુકસાન થયેલું છે. ત્યારે આ વર્ષે માંડવી અને મુન્દ્રા તાલુકાના ખેડૂતોના બાગાયતી પાકોનો સોથ વળી ગયો છે. 25થી 30 વર્ષ જૂના ખારેક અને આંબાના પાકમાં નુકસાની થઈ છે અને વૃક્ષો જમીન દોસ્ત થયા છે, ત્યારે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો સમય આવ્યો છે.

  1. Kutch News : વાવાઝોડાએ વિનાશ વેર્યો, કચ્છનો ખેડૂત કેરી પર બેસીને કુદરતને કોસી રહ્યો છે, જૂઓ વાયરલ વીડિયો
  2. Damage Crops: નવસારીમાં બદલાતા વાતાવરણથી ખેડૂત મુશ્કેલીમાં, પાકનું ઉત્પાદન ઘટે તેવી સ્થિતિ

ABOUT THE AUTHOR

...view details