ગુજરાત

gujarat

Karjan Rescue operation : ખાટલાની પાલખી બનાવી લોકોને પાણીમાંથી કાઢ્યા બહાર

By

Published : Jul 13, 2022, 10:42 AM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

કરજણ : કરજણ તાલુકાના માત્રોજ ગામે પોલીસ જવાનો, ગ્રામ રક્ષક દળના જવાનો અને મહેસુલી તંત્રના સંકલનથી 230 વ્યક્તિઓ અને દુધાળા પશુઓ સલામત સ્થળે સમયસર ખસડેવામાં આવ્યા હતા. માત્રોજ ગામમાં જ્યારે ભૂખી નદીનું ઘોડાપૂર ઘસમસ્તા (Rain in Karjan) પ્રવાહ સ્વરૂપે ફરી વળ્યુ ત્યારે સ્થાનિક પોલીસ, ગ્રામ રક્ષક દળ, મહેસૂલી તંત્ર અને તાલીમ પામેલા આપદા મિત્રોએ સંકલન અને સાહસથી આ જળ આફતનો સામનો કરીને 230 લોકો અને દુધાળા પશુઓને ઉગારી લીધા હતા. આ આપદા મિત્રોએ સંકટ સમયે ઉપલબ્ધ ચીજ વસ્તુઓનો કુશળતાપૂર્વક અને સમયસૂચક ઉપયોગ કરીને મુશ્કેલીમાંથી લોકોને ઉગારવાની તાલીમનો બખૂબી ઉપયોગ કર્યો હતો. તેમણે ખાટલાની પાલખી બનાવી શકાય એવી તાલીમનો ઉપયોગ કરીને લોકોને તેના પર બેસાડીને, (Rescue operation in Matroj village) ઇજાગ્રસ્ત હોય તો તેના પર કોથળીનો રક્ષક પાટો બાંધી ખભે ઉંચકીને પાણીમાંથી બહાર કાઢવાના વિધવિધ ઉપાયો પોલીસ અને ગ્રામ રક્ષક દળના જવાનોની મદદથી કર્યા હતા. દુધાળા પશુઓનું પણ સ્થળાંતર કરીને પશુ હાની અટકાવી હતી.મહેસૂલી તંત્રે પણ રાત્રી (Karjan Rescue operation) જાગરણ કરીને સમગ્ર જિલ્લામાં સંકલન જાળવીને વરસાદી આફત સામે કામ કર્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details