ગુજરાત

gujarat

Jamnagar News : જામનગરમાં પદ્મશ્રી ડોકટરના પુત્રની કારે આધેડને અડફેટે લેતા મૃત્યુ

By

Published : Jun 19, 2023, 3:48 PM IST

Jamnagar News : જામનગરમાં પદ્મશ્રી ડોકટરના પુત્રની કારે આધેડને અડફેટે લેતા મૃત્યુ

જામનગર : શહેરમાં ઢળતી સાંજે કામ પરથી પરત ફરી રહેલા આધેડને ક્યાં ખબર હતી કે, તેની જીંદગીનો છેલ્લો દિવસ છે. સમગ્ર વાત કરીએ તો શહેરના ખંભાળિયા ગેટ પાસે પહોંચતાની સાથે જ પુરઝડપે આવેલી ડોકટરની કારે વૃદ્ધને હડફેટે લેતા તેને ગંભીર હાલતમાં 108 મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થતાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. નામાંકિત ડોકટરની કારે આધેડને આ રીતે અડફેટે લઇ મૃત્યુ નિપજાવતા શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

કારખાનામાં મજૂરી કામ કરતા : જામનગર શહેરના કિશોર ચોક નજીક રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા 55 વર્ષીય નારણ જીવાભાઇ વારસાખીયા નામના આધેડ કારખાનેથી કામ પુરુ કરીને સાંજના સમયે ઘરે સાયકલ પર પરત ફરતા હતાં, ત્યારે ખંભાળિયા નાકા બહાર આવેલા ત્યા અચાનક પુરઝડપે આવેલી કાર GJ 10 CN 1386ના ચાલકે તેમને અડફેટે લઇ થાંભલા સાથે ભટકાતા આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પોલીસ તપાસ : તાત્કાલિક 108ને બોલાવી આધેડને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. જેના કારણે ગરીબ પરીવાર પર આભ ફાટી પડ્યું હતું. મળતી વિગત અનુસાર પદ્મશ્રી આચાર્યના પુત્રના નામે કાર છે અને કાર કોણ ચલાવતું હતું અને કોને અકસ્માત કર્યો તે તપાસનો વિષય છે, હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અને આગળની તપાસ શરૂ કરી છે.

  1. Himmatnagar Dhansura highway: વિચિત્ર અકસ્માત, લાખો રૂપિયાનો ગ્રેનાઈટ સ્ટોન બિનવારસી મળી આવ્યો
  2. Odisha Train Accident: બાલાસોરમાં ટ્રેન અકસ્માત બાદનો વીડિયો સામે આવ્યો, જૂઓ રેસ્ક્યૂ ઑપરેશન
  3. Mahisagar Accident : સરકારી બાબુ નશામાં ધૂત બનીને કાર સાથે અકસ્માત સર્જીને વકીલના પરિવારને ધમકાવ્યો

ABOUT THE AUTHOR

...view details