ગુજરાત

gujarat

Jamnaagr News: ધારાસભ્ય રિવાબા જાડેજાએ શરુ કર્યુ 'જન સેવા કેન્દ્ર', વિશ્વકર્મા સ્વાવલંબન કેમ્પ પણ યોજાયો

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2024, 7:09 PM IST

ધારાસભ્ય રિવાબા જાડેજાએ શરુ કર્યુ 'જન સેવા કેન્દ્ર'

જામનગરઃ જામનગર ઉત્તર 78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાએ નાગરિકો માટે 'જન સેવા કેન્દ્ર' શરુ કર્યુ છે. આ 'જન સેવા કેન્દ્ર'ના ઉદ્દઘાટન પ્રસંગે ભાજપના અગ્રણીઓ, અણદાબાવા સેવા સંસ્થાના મહંત, સંતો અને મતવિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 'જન સેવા કેન્દ્ર'ના માધ્યમથી રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો સામાન્ય જનતા સુધી સરળતાથી પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત આ કેન્દ્રમાં યોજનાના લાભો મેળવવા માટે લાભાર્થીને જરુરી દસ્તાવેજોની સમજ પણ આપવામાં આવશે. જેમાં ખુટતા દસ્તાવેજો કેવી રીતે મેળવવા તેની સમજ આપી આ દસ્તાવેજો મેળવવામાં પણ સહાય પૂરી પડાશે. જેથી છેવાડાના અને સામાન્ય નાગરિકો સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય. આજના કાર્યક્રમમાં વિશ્વકર્મા સ્વાવલંબન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં નાગરિકોએ લીધો હતો. રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ છવાયો છે ત્યારે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં થનારા પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર રાજકારણ ન કરવાનું પણ રિવાબાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details