ગુજરાત

gujarat

વિશ્વ હિંદુ પરિષદ સમાજની આવી રીતે મદદ કરશે

By

Published : Aug 1, 2022, 4:00 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

અમદાવાદ : રાજસ્થાન થયેલી હત્યા બાદ અસામાજિક તત્વો દ્વારા જે દેશભરમાં ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.જેના પગલે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગુજરાતમાં આવી ઘટના બને તે પહેલાં ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં યુવકોને ધાક ધમકી મળી રહે છે. તે ધ્યાનમાં લઈ 24 કલાક મદદ રૂપ થઈ શકે તે માટે હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદના( Vishva Hindu Parishad )ક્ષેત્રીય મહામંત્રી અશોક રાવલે જણાવ્યું હતું કે દેશભરમાં કટ્ટરપંથી જેહાદી લોકોથી હિંદુ સમાજે ભયભીત થવાની જરૂર નથી. દેશ સંવેધાનિક પ્રક્રિયાથી ચાલે છે. હિંદુ સમાજ માટે હર હંમેશ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સમાજની પડખે ઉભું છે. જેને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબરની સેવા શરૂ કરવામાં આવી છે. વધુમાં ઉમેર્યું હતું કે રાજકોટ, સુરત, અમદાવાદ આ ત્રણ શહેરમાં હાલમાં હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. હિંદુ ભાઈ બહેન કોઈપણ વિધર્મી દ્વારા ઘાંક ધમકી મળે તો હેલ્પપર મદદ મેળવી શકશે આ 24 કલાક કામ કરશે.જેમાં ઉત્તર ગુજરાત માટે 8735873595, સૌરાષ્ટ્ર માટે 7777957774 જયારે દક્ષિણ ગુજરાત માટે 9426363324 નંબરની ફાળવણી કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details