ગુજરાત

gujarat

કચ્છ પંથકમાં કમોસમી વરસાદ, ક્યાંક ગાજવીજ સાથે ભારે વરસાદ, તો ક્યાંક ઝરમર વરસાદી ઝાપટા

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2023, 1:02 PM IST

કચ્છ પંથકમાં કમોસમી વરસાદ

ભૂજ: હવામાન વિભાગની 3 દિવસની કમોસમી વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જિલ્લાના જુદાં જુદાં તાલુકામાં ઝાપટાં રૂપી વરસાદ વરસ્યો પડ્યો છે, તો ક્યાંક કરા સાથે વરસાદ ખાબક્યો છે. કચ્છ પંથક ભુજ, રાપર, ભચાઉ, નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટાએ શિયાળોનો મિજાજ અને ખેડૂતોનો પાક બગાડવાનો પ્રયાસ કર્યો છે. વહેલી સવારે 3 વાગ્યાથી કચ્છ પંથકના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડયા હતા. તો કમોસમી વરસાદના પગલે અનેક જગ્યા વીજપુરવઠો પણ ખોરવાયો હતો. વૈશ્વિક ધરોહર ધોળાવીરા ખાતે કરા સાથે વરસાદી ઝાપટું પડ્યુ હતું. જ્યારે હાલમાં સમગ્ર જિલ્લામાં વહેલી પરોઢ થી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, સાથે જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઇ છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે માવઠાના કારણે ખેડૂતોમાં રવી પાકને લઈને ચિંતા પણ જોવા મળી રહી છે, તો બીજી તરફ આ કમોસમી વરસાદના લીધે જીરુના પાકને ફાયદો થશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.

  1. જુનાગઢ ન્યૂઝ: ગાજવીજ સાથે જુનાગઢમાં ખાબક્યો કમોસમી વરસાદ, રોડ-રસ્તા પાણી પાણી, જુઓ વીડિયો
  2. કચ્છમાં આજથી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર, ગાંધીધામમાં હનુમાન કથા સાથે દિવ્ય દરબારનો જામશે સત્સંગ

ABOUT THE AUTHOR

...view details