ગુજરાત

gujarat

લાલચ આપીને મતદારોને ખરીદવાનો પ્રયાસ, ભાજપના કાર્યકરનો વીડિયો વાયરલ

By

Published : Nov 27, 2022, 10:23 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

અંબાજી: ગુજરાત વિધાનસભા ચૂંટણીને(gujarat legislative assembly 2022) આડે હવે ગણતરીના દિવસો બચ્યાં છે. ઉમેદવારો દ્વારા જોરો-શોરોમાં પ્રચાર ચાલી રહ્યો છે. અનેકવાર પૈસા આપીને મતદારોને ખરીદવાના(buy voters by giving money) કિસ્સા પણ સામે આવતાં હોય છે. ત્યારે ભાજપના ખેસ અને ટોપીવાળા કાર્યકરોનો વધુ એક વીડિયો વાયરલ(bjp workers viral video) થયો છે. ભાજપનો કાર્યકર ભાજપને મતદાન કરવા માટે મહિલાઓને સાડી અને પુરુષોને પેસાની લાલચ આપી રહ્યો છે. સાથે લોકોને મતદાર કાર્ડ લઈને આવજો એટલે પેસા અને સાડી રૂબરૂ આપી દઈશું તેવી વાત જણાવી રહ્યો છે. વીડિયોમાં ઉમેદવારોનો એક નંબરનો ક્રમ અને 5 તારીખે મતદાન કરવા જવાનો ઉલ્લેખ છે. ઈ ટીવી ભારત ગુજરાતી આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
Last Updated :Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details