ગુજરાત

gujarat

ભાજપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાને ભેટ્યા

By

Published : Dec 1, 2022, 1:16 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

સુરત : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન (Polling in Surat) થઈ રહ્યું છે, ત્યારે સુરતની બાર વિધાનસભા બેઠક માટે સૌથી મહત્વની ગણાતી વરાછા વિધાનસભા બેઠકના બંને ઉમેદવાર (First phase Election 2022) જ્યારે સામ સામે આવ્યા ત્યારે અદભુત માહોલ જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવાર કિશોર કાનાણી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયા જ્યારે સામે આવ્યા ત્યારે અલ્પેશ કથીરિયાએ કિશોર કાનાણીના પગે લાગી આર્શીવાદ લીધા હતા. તો બીજી બાજુ (Voters in Surat) કિશોર કાનાણીએ પણ તેમને ગલે લગાવ્યા હતા. આમ, તો રાજકારણમાં એકબીજાના પ્રતિદ્વંદી અને લડત અંગે શાબ્દિક પ્રહારો નેતાઓ કરતા હોય છે, પરતું બીજી બાજુ જ્યારે મતદાન થઈ રહ્યું છે. ત્યારે સુરતની વરાછા બેઠક પર આ નજારો જોઈ મતદાતાઓ પણ ચોક્કસથી આનંદિત થઈ ગયા હતા. અલ્પેશ કિશોર કાનાણીને કાકા કહે છે અને કિશોર કાનાણી તેને ભત્રીજો કહે છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details