ગુજરાત

gujarat

શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, માં અંબાના ધામમાં ખેલૈયાઓ હિલોળે ચડ્યા

By

Published : Oct 10, 2022, 9:33 AM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

અંબાજી શરદ પૂર્ણીમાને યાત્રાધામ અંબાજી મંદિરમાં પૌઆ (Sharad Purnima in Ambaji) પુનમ મનાવવામાં આવી હતી. નવરાત્રી બાદ ફરી એક વાર અંબાજી મંદિરનો ચાચરચોક શરદ પુર્ણીમાએ સોળે કળાએ ખીલી રાત્રીએ ખેલૈયાઓના તાલે હિલોળે ચડ્યું હતુ. હજારોની સંખ્યામાં ખેલૈયાઓએ શરદ પૂનમની રાતના ગરબાની મોજ માણી હતી. જ્યારે રાત્રીના 12.00 ના ટકોરે મંદિરમાં (Prasadi at Ambaji temple) માતાજીના નીજ ભાગના પટ્ટ ખોલી દુધપૌઆનો ભોગ ચડાવી કપુર આરતી કરવામાં આવી હતી. શીતળ ચાંદની માં તૈયાર થયેલા 800 કિલો જેટલા દુધ પૌઆનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો. જે પૌઆને ઔષધિય તરીકે પણ માનવામાં આવે છે. જેને લઈને લાંબી લાઈનો જોવા મળી હતી.(Sharad Purnima 2022)
Last Updated :Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details