ગુજરાત

gujarat

વલ્લભ વિદ્યાનગરમાં ભારે હૈયે 75 શ્રીજી પ્રતિમાઓનું વિદાયમાન

By

Published : Sep 7, 2022, 7:49 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

()
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં વિવિધ સ્થળોએ સ્થાપિત કરાયેલ ગણેશ પ્રતિમાઓને વિસર્જિત( Ganesh Idols immersion in Anand ) કરવાનું શરુ કરવામાં આવ્યું છે.ગણેશ ચતુર્થીથી (Ganesh Chaturthi 2022 ) શરુ થયેલી મંગલમૂર્તિની પૂજા આરાધનાના પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે. વલ્લભ વિદ્યાનગરમાં વિવિધ સ્થળોએ સ્થાપિત કરાયેલ ગણેશ પ્રતિમાઓને સાત દિવસ સૂધી સેવા કરી ભાવિકજનો દ્વારા હવે ભારે હૈયે વિદાય આપવામાં આવી રહી છે. જો કે શોભાયાત્રા દરમ્યાન આવતા વરસે જલ્દી આવજોના નાદ સાથે સૌએ ગણપતિ બાપ્પા મોરયાનો જયનાદ કર્યો હતો અને વિદ્યાનગરના વિવિધ વિસ્તારોનું ભ્રમણ કરી યુવક મંડળ સહિત ભક્તો અબીલગુલાલની છોળો અને પુષ્પવર્ષા સાથે બાકરોલ તળાવમાં (Bakrol Lake of Vallabh Vidhyanagar ) વિસર્જન કરવા પહોચ્યા હતાં. વિવિધ સ્થળોએ નાનીમોટી મળીને 75 પ્રતિમાઓ શોભાયાત્રામાં જોડાઇ હતી. પ્રતિમાઓની પૂજાઅર્ચના બાદ ભાવપૂર્વક તળાવમાં વિસર્જીત કરાઇ હતી. વલ્લભ વિદ્યાનગરમાં ગણેશ વિસર્જન સમયે વ્યવસ્થા જાળવવા આણંદ નગરપાલિકાની ફાયર ટીમ ( Anand Municipal Fire Team ) સહિતના સદસ્યો પ્રતિમા વિસર્જન કામગીરીમાં જોડાયા હતાં.
Last Updated :Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details