ગુજરાત

gujarat

Gandhinagar News : ભારત પાસે થાઈલેન્ડની ન્યૂ એજ ટેકનોલોજીની માંગ, આ ક્ષેત્રમાં છે રસ

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 6:57 PM IST

Gandhinagar News : ભારત પાસે થાઈલેન્ડની ન્યૂ એજ ટેકનોલોજીની માંગ, આ ક્ષેત્રમાં છે રસ

ગાંધીનગર : ગાંધીનગર સ્થિત ટ્રેડ શોના અંતિમ દિવસે અનેક વ્યાપારી પ્રવૃતિઓ થઈ હતી. ટ્રેડ શોમાં વિશ્વના દેશો અને વિવિધ કોર્પોરેટ્સ દ્વારા ન્યૂએજ ટેકનોલોજીને રજૂ કરવામાં આવી હતી. ભારતના મહત્વના વેપાર ભાગીદાર થાઈલેન્ડના કાઉન્સિલ જનરલ ડોનાવીટ પુલ્સવાતે થાઈલેન્ડ અને ભારત વચ્ચે વેપાર વધારવા પર ભાર મૂક્યો હતો. ભારત અને થાઈલેન્ડ વચ્ચે હજારો વર્ષથી સાંસ્કૃતિક, ઐતિહાસિક, વ્યાપારી અને રાજદ્વારી સંબંધો રહ્યાં છે, વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ -2024ના અન્વયે યોજાયેલા ટ્રેડ-શોમાં થાઇલેન્ડના કાઉન્સિલ જનરલ ડોનાવીટ પુલ્સવાતે ઈટીવી ભારત સાથે થયેલ વિશેષ સંવાદમાં ભારત-થાઈ સંબંધ વધારવા માટે ભાર મૂક્યો હતો. થાઈલેન્ડ હાલ ભારતમાં બાંધકામ, મેન્યુફેકચરિંગ, ઓટોમોબાઇલ અને બાંધકામ ક્ષેત્રે રોકાણ કરે છે. પણ વાઈબ્રન્ટ - 2024ની સમિટ બાદ થાઈલેન્ડ ભારત સાથે ન્યૂ એજ ઇન્ડસ્ટ્રી જેવી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રિક વિકલ્સ ક્ષેત્રે જોડાવા માંગે છે.

  1. Vibrant Summit 2024: વડા પ્રધાન મોદીએ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્દઘાટન કર્યુ, ભવ્ય રોડ શો યોજાયો
  2. VGGS 2024 : ગ્લોબલ ફીનટેક લીડરશીપ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કલાક ઉદ્યોગપતિઓને સાંભળ્યાં

ABOUT THE AUTHOR

...view details