ગુજરાત

gujarat

અહિંસાનો સંદેશો ફેલાવવા UKની સંસ્થા આવી મેદાને, NRIઓએ સાઈકલયાત્રાથી લોકોને કર્યા જાગૃત

By

Published : Dec 16, 2022, 3:54 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

UKની ગૌધાર્મિક સંસ્થા (UK religious organization) દ્વારા અહિંસાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશ સાથે સાઈકલ યાત્રાનું (Cycle Yatra for awareness of non violence) આયોજન કરવામાં આવ્યું હતું. 7 શહેરોમાંથી આવેલા NRI અને ફોરેનર્સે સાબરમતી આશ્રમથી નવસારીના ઐતિહાસિક દાંડી (Sabarmati Ashram to Navsari Dandi) સુધી સાઈકલયાત્રા યોજી હતી. લવ ઓલ, ફીડ ઓલના સ્લોગન સાથે ચાલતી સંસ્થા પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે અને લોકોમાં જાગૃતિ ફેલાવવા યુકેના લંડન, ગ્લાસગો, લખપ્રો, વોટફ્રડ, બર્મિંગહામ, માન્ચેસ્ટરથી ફોરેનર્સ અને NRI મળી કુલ 14 લોકોની ટૂકડી ગુજરાત આવી હતી. અહીં ગુજરાતના 3 સાયક્લિસ્ટો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી (Sabarmati Ashram to Navsari Dandi) સાયકલ યાત્રા શરૂ કરી દાંડી પથ મહાત્મા ગાંધીજી જેજે સ્થળોએ રોકાયા હતા. એ સ્થળોની મુલાકાત સાથે જ અહિંસાનો સંદેશ (Cycle Yatra for awareness of non violence) પ્રસરાવતા આજે નવસારીના ઐતિહાસિક દાંડી મીઠાના સત્યાગ્રહ સ્મારક પહોંચ્યા હતા. 7 દિવસની યાત્રા દરમિયાન ગૌધાર્મિક સંસ્થાના સ્વયમ્ સેવકોએ ગુજરાતમાં જર્જરિત શાળાઓના સમારકામ અને શાળાઓમાં લાયબ્રેરી શરૂ કરવાના શૈક્ષણિક ઉદ્દેશ્ય સાથે અંદાજે 30,00,000 રૂપિયાનું દાન પણ એકત્રિત કર્યુ છે. યાત્રિકોના હસ્તે કનકાપુરા આશ્રમ નજીકની પ્રાથમિક શાળામાં 500 પુસ્તકો આપી લાયબ્રેરીનો પ્રારંભ પણ કરાવ્યો હતો. જ્યારે લોકો જીવ પ્રત્યે અહિંસા (Cycle Yatra for awareness of non violence) અને કરૂણા દાખવે, સાથે જ પર્યાવરણ જાળવણી, નો પ્લાસ્ટિક જેવા સંદેશાઓ પણ લોકમાનસમાં વહેતા કર્યા હતા. દાંડી પહોંચવા પૂર્વે સાયકલિસ્ટોએ 2 કિલોમીટરની પદયાત્રા કરી ગાંધી મૂલ્યોને જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો.
Last Updated :Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details