ગુજરાત

gujarat

વિશ્વની સૌથી મોટી ફિલ્મસિટીની પૂર્વ કેન્દ્રિય પ્રધાન રમેશ પોખરિયાલે કરી મુલાકાત

By

Published : Jul 4, 2022, 7:13 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

હૈદરાબાદ: ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન(Former Uttarakhand Chief Minister) અને હરિદ્વારના સાંસદ રમેશ પોખરિયાલ નિશંકે રામોજી ફિલ્મ સિટીમાં(Ramoji Film City ) સ્ટેટ ઑફ ધ આર્ટ સુખીભાવ વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સુખીભાવ વેલનેસ સેન્ટર(Sukhibhava Wellness Center), ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવે તેમના જીવનની દરેક મિનિટ સર્જન માટે સમર્પિત કરી છે. તેમણે તેમની રચનાને કારણે એશિયામાં સૌથી મોટી ફિલ્મ સિટીનું નિર્માણ કર્યું છે. ફિલ્મ સિટીની મુલાકાત લેતા લોકોને સ્વસ્થ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રાખવા માટે સુખીભાવ વેલનેસ સેન્ટર(Sukhibhava Wellness Center Hyderabad) બનાવવામાં આવ્યું હતું. સુખીભાવ વેલનેસ સેન્ટર દ્વારા આયુર્વેદ અને નેચરોપેથીને(Natural Healing Therapies ) નવી રીતે લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે, સર્વે ભવન્તુ સુખિનઃ સુખીભાવ વેલનેસ સેન્ટર સર્વ સંતુ નિરામયાના માર્ગ પર કામ કરી રહ્યું છે. આ કેન્દ્ર સમગ્ર દેશ અને દુનિયાના લોકોને સ્વસ્થ રાખવાનું કામ કરશે.
Last Updated :Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details