ગુજરાત

gujarat

અસામાજિક તત્વોએ ફાયરિંગ ને પછી હત્યા કરી, જુઓ ફિલ્મી દ્રશ્યો

By

Published : Oct 7, 2022, 8:09 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલના કર્ણાવતી રોડ પર હત્યાનો બનાવ બનતાં નાસભાગ મચી ગઇ હતી. જાહેર રોડ પર ફિલ્મી દિલધડક દ્રશ્યો સર્જાતા આસપાસના લોકોએ નાસભાગ કરી હતી. કારમાં આવેલા બે લોકોએ ત્રિપલ સવારીમાં જતાં બુલેટને ટક્કર મારી રોક્યા હતા. જે બાદ કારમાં આવેલા શખ્સે ફાયરિંગ કરી હત્યા નિપજાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ફફડાટનો માહોલ છે. જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી એક જીવતો કારતૂસ કબ્જો કર્યો છે. વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર, જન્મદિવસની પાર્ટીમાં મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ અદાવત રાખી આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે. વસ્ત્રાલના કર્ણાવતી રોડ પરથી ત્રણ યુવકો બુલેટ બાઈક પર પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ આવેલી એક કાર બુલેટને ટક્કર મારી હતી. યુવકોને રોકવા પ્રયાસ કર્યો હતો. જોત જોતામાં કારમાં આવેલા શખ્સે ફાયરિંગ કરતાં નાસભાગ મચી ગઇ હતી. આરોપી ફાયરિંગ કરી હત્યા નિપજાવી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. Fight between friends at birthday party firing on the public road in Ahmedabad Ahmedabad Murder Case Ahmedabad Crime Case Murder in Vastral area of Ahmedabad
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details