ગુજરાત

gujarat

ભાઈના લલાટ પર ચાંદલો ચોખા સાથે ઓવરણા લઈને થાય છે ભાઈબીજી ઉજવણી

By

Published : Oct 25, 2022, 1:32 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

જૂનાગઢ દિવાળીના પાંચ દિવસીય મહોત્સવ દરમિયાન (Diwali in Junagadh) ભાઈબીજનો તહેવાર પણ ખુબ મહત્વનો મનાઈ છે. ભાઈબીજના દિવસે બહેનના ઘરે ભાઈ જઈને ભોજન ગ્રહણ કરી ભેટ આપીને તહેવારની ઉજવણી કરતા હોય છે. શાસ્ત્ર વિધિ સાથે મહેમાન બનીને ઘરે આવેલા ભાઈનો ધાર્મિક વિધિ વિધાન અને ધર્મગ્રંથોમાં સૂચવેલા અનુષ્ઠાન મુજબ ભાઈનું પૂજન કરાય છે. ભાઈના લલાટ પર કંકુ ચાંદલો કર્યા (Bhaubeej 2022) બાદ ચોખા લગાડીને તેના ઓવરણા (દુખણા) લેવાય છે, ત્યારબાદ બહેન દ્વારા હાથે બનાવેલી મીઠાઈથી ભાઈનું મોઢું મીઠું કરાવીને ભાઈબીજના તહેવારની ઉજવણી થાય છે. ત્યારબાદ ભાઈ પોતાની બહેનને પૂજા આપીને ભાઈબીજના તહેવારની સંસ્કૃતિને મજબૂત બનાવે કરે છે. (Bhai Dooj festival importance)
Last Updated :Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details