ગુજરાત

gujarat

Har Ghar Tiranga : રાષ્ટ્રીય પર્વની ઉજવણીને લઈને પોલીસ વિભાગનો સાયકલિંગ સંદેશો

By

Published : Aug 10, 2022, 3:11 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

મહેસાણા : સમગ્ર દેશ જ્યારે રાષ્ટ્રભાવના સાથે 75માં આઝાદી પર્વની (Azadi Ka Amrit Mahotsav) ઉજવણી કરી રહ્યો છે, ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો વચ્ચે ફિટનેસ અને પ્રિયવરણના જનજાગૃતિ સંદેશ ફેલાવ્યો હતો. સાથે આજે વહેલી સવારે સાયકલિંગ સાથે ત્રિરંગા યાત્રા (Cycling Tricolor Yatra) કાઢવામાં આવી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલી મહેસાણા પોલીસની સાયકલિંગ સાથેની (Mehsana Har Ghar Tiranga) તિરંગા યાત્રામાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપાલ જજ, મહેસાણા પોલીસ, BSF, અને સાયકલિંગ કલબના સભ્યો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન મહેસાણા (Har Ghar Tiranga) જિલ્લા પોલીસ વડા દ્વારા હર ઘર તિરંગા માટે પણ અપીલ કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details